Wednesday, March 3, 2010

પૂર્વીય ઉપનગરમાંથી ૩ સમડી, નોળિયો, સાપને ઉગારી લેવાયાં

Divya Bhaskar . Mumbai . Wednesday . March 03, 2010 . Page 2

માયાનગરીમાં પણ પશુઓ પ્રત્યે પ્રેમ : માયાનગરી મુંબઈ શહેરના પૂવીર્ય ઉપનગરીય વિસ્તારોમાંથી પશુપ્રેમી એવી એક એનજીઓ સંસ્થાના કાર્યકરો દ્વારા ત્રણ સમડી, એક નોળિયાને તેમજ એક સાપને ઉગારી લેવામાં આવ્યાં હતાં.

Bhaskar News, Mumbai

















મુંબઈના પૂર્વીય ઉપનગર વિસ્તારમાંથી પશુપ્રેમી સંસ્થા પોઝ (પ્લાન્ટ એન્ડ એનિમલ્સ વેલફેર સોસાયટી) દ્વારા એક સમડી, નોળિયો અને સાપને ઉગારી લેવામાં આવ્યા હતા.

માયાનગરી મુંબઈ શહેરના ઉપનગર વિસ્તાર એવા ભાંડુપ પશ્ચિમમાં આવેલ એશિયન પેઈન્ટ નજીક કાગડાઓ દ્વારા હુમલો કરાયેલી ૩ સમડીને એનજીઓ પોઝ સંસ્થાના કાર્યકરોએ ઉગારી લેવામાં આવી હતી.

આ ઉપરાંત ચેમ્બુર વિસ્તારમાં આવેલા લાયન ટ્રોમ્બે રોડ પર પેટ્રોલપંપ નજીકથી એક નોળિયાને વાહન નીચે કચડાઈ જવાથી ઉગારી લેવામાં આવ્યો હતો, જ્યારે ટ્રોમ્બે ખાતે બાર્ક કોલોની નજીક રહેઠાણ વિસ્તારમાંથી પોઝ સંસ્થાના કાર્યકરો આર વી રાઘવન અને સુનીશ સુબ્રમણ્યમે બે સાપને ઉગારી લેવામાં આવ્યા હતા, એમ એનજીઓ પોઝનાં સૂત્રોએ જણાવ્યું હતું.