Showing posts with label Mumbai. Show all posts
Showing posts with label Mumbai. Show all posts

Thursday, June 3, 2010

પશુ-પક્ષીઓને લૂ લાગવાના કિસ્સા

Monday, Apr 19th, 2010

ઉનાળાની ગરમીમાં ફક્ત માણસજાતને જ નહીં, પણ પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ પ્રકારનાં જનાવરોને પણ લૂ લાગે છે. મુંબઈમાં પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ વેલફેર સોસાયટી (પીએડબ્લ્યુએસ- પોઝ) નામની જીવદયાનું કામ કરતી સંસ્થાને સામાન્યપણે પક્ષીઓને લૂ લાગ્યાના કિસ્સા મે મહિનાથી મળે છે.

આ કિસ્સામાં ગયા વર્ષ કરતાં વધારો થયો છે, એટલું જ નહીં પણ સંસ્થાને માર્ચ મહિનાથી જ પક્ષી-પશુને લૂ લાગ્યાના કોલ મળવા લાગ્યા છે. કબૂતરો, સમડી, ગરુડ અને કાગડા જેવાં પક્ષીઓને લૂની સૌથી વધારે અસર થાય છે. આ વર્ષે પોઝ- મુંબઈને લૂની અસર પામેલાં ૨૫ કબૂતરો, ૧ પોપટ, ૪ સમડી, ૧ ખિસકોલીનું બચચું અને ૧ બાળ ગરોળી કે કાચિંડો મળ્યાં હતાં.

ગરમીની અસર પામેલું ખિસકોલીનું બરચું પ્રાણીપ્રેમી શ્રુતિ ભટ્ટને તેમની ગેલેરીમાંથી મળ્યું હતું જયારે પોઝના સભ્ય આર. વી. રાઘવનને મંડલા બીએઆરસી કોલોનીના દરવાજા પાસેની સિક્યુરિટીમાંથી બાળગરોળી મળી હતી. સારવાર બાદ સાજાં થયેલાં આ જીવોને જંગલ ખાતાના સ્ટાફને સોંપી દેવાય છે.

Web Site Link : http://www.divyabhaskar.co.in/2010/04/19/bird-and-animals-of-hit-wave-886678.html